પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસાફરો અને 32 લાખ 50 હજાર મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરશે.પ્રધાનમંત્રી મોદી આશરે 12 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ મુંબઈ મેટ્રો લાઇન ત્રણના ફેઝ 2Bનું ઉદ્ઘાટન કરશે. તેઓ 37 હજાર 270 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સમગ્ર મુંબઈ મેટ્રો લાઇન ત્રણ રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી ભારતની પ્રથમ સંકલિત જાહેર પરિવહન એપ્લિકેશન, “મુંબઈ વન” પણ લોન્ચ કરશે, જે 11 પરિવહન ઓપરેટરોને જોડશે અને ડિજિટલ ટિકિટિંગ અને રીઅલ-ટાઇમ મુસાફરી અપડેટ્સ પ્રદાન કરશે. તેઓ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025ને પણ સંબોધિત કરશે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:34 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે
