ઓક્ટોબર 4, 2025 1:30 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુની યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 62 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક વેગ આપશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કૌશલ્ય દીક્ષાંત સમારોહ દરમિયાન, શ્રી મોદીએ અપગ્રેડેડ ITIs – PM – SETU દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તનનો પ્રારંભ કર્યો. શ્રી મોદીએ જણાવ્યુ, PM – SETU યોજના વિશ્વની કૌશલ્ય માગને ભારતના યુવાઓ સાથે જોડશે.
તેમણે કહ્યું, યુવાનોનું સામર્થ્ય વધે છે ત્યારે દેશની તાકાત વધે છે. આજે ભારત ટોચના 3 અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
શ્રી મોદીએ 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 400 નવોદય વિદ્યાલયો અને 200 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત એક હજાર 200 વ્યાવસાયિક કૌશલ્ય પ્રયોગશાળાઓનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ બિહારની સુધારેલી મુખ્યમંત્રી નિશ્ચિત સ્વયં સહાય ભટ્ટ યોજના પણ શરૂ કરી, જે હેઠળ દર વર્ષે લગભગ પાંચ લાખ સ્નાતક યુવાનોને નિ:શુલ્ક કૌશલ્ય તાલીમ સાથે બે વર્ષ માટે એક હજાર રૂપિયાનું માસિક ભથ્થું મળશે.