પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાતને આજે 11 વર્ષ પૂર્ણ થયા. કાર્યક્રમની પહેલી કડી ત્રણ ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીના દિવસે પ્રસારિત થઈ હતી.
દેશના દરેક ખૂણા સુધી પહોંચેલો આ કાર્યક્રમ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનનું પ્રતીક છે. મન કી બાત કાર્યક્રમની પહેલી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી આપણે જાતે ઉભા ન થઈએ ત્યાં સુધી રસ્તો બતાવનાર કોઈ નહીં મળે.
મન કી બાત કાર્યક્રમને નિયમિત સાંભળનારા જામનગરનાં પ્રજ્ઞાચક્ષુ શ્રોતા ધર્મેન્દ્રસિંહ રાઠોડે કહ્યું, આ મંચ પાયાના સ્તરે રાષ્ટ્ર નિર્માણમાં રોકાયેલા ગુમનામ નાયકોની વાર્તાઓ કહેવાનું માધ્યમ છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 7:05 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતને 11 વર્ષ પૂર્ણ થયા