પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. ‘મન કી બાત’ની પ્રથમ કડી 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાદશમીના અવસરે પ્રસારિત થયો હતો. તાજેતરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના 126ની કડીમાં દેશને સંબોધિત કર્યું છે.
આ કાર્યક્રમ માત્ર એક રેડિયો શો નથી, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનનું પ્રતિક છે, જે દેશના દરેક ખૂણા સુધી પહોંચ્યું છે. તે સરકાર અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરે છે, સામાજિક પરિવર્તનને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે.
‘મન કી બાત’ એ માત્ર નીતિઓને જન આંદોલનોમાં પરિવર્તિત કરી નથી, પરંતુ એ પણ દર્શાવ્યું છે કે નેતાનો અવાજ દેશના દરેક ભાગ સુધી કેવી રીતે પહોંચી શકે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 1:47 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ