પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દરેક સ્વંયસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના હોય છે.. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. આ શતાબ્દી સમારોહ RSS ના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને દેશની એકતામાં તેની ભૂમિકાને પ્રદર્શિત કરે છે.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે RSS રાષ્ટ્રનિર્માણ માટે કાર્ય કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, 100 વર્ષ પહેલાં આ મહાન દિવસે એક સંગઠન તરીકે RSS ની સ્થાપના માત્ર એક સંયોગ નહોતો, પરંતુ તે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાનું પુનરુત્થાન હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, RSS સ્વયંસેવકો રાષ્ટ્રની સેવા કરવા અને સમાજને સશક્ત બનાવવા માટે અથાક સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે RSS સ્વયંસેવકોએ 1963 માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો અને ગર્વથી કૂચ કરી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે RSS ના યોગદાનને પ્રકાશિત કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિધ્ધ કર્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે, આવતીકાલે વિજયાદશમી છે, જે એક એવો તહેવાર છે જે ખરાબ પર સારાના વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને અંધકાર પર પ્રકાશનો વિજયનું પ્રતીક છે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 2:02 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RSSના શતાબ્દી સમારોહમાં ભાગ લેતા કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક સ્વયંસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના
