સપ્ટેમ્બર 29, 2025 8:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવનિર્મિત દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂન, 2023માં કર્યું હતું. આ ક્ષણને નવા સપનાઓ અને નવા સંકલ્પોથી ભરેલી ગણાવતા, પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું, નવરાત્રિના પવિત્ર પ્રસંગે દિલ્હી ભાજપને નવું કાર્યાલય મળ્યું છે. તેમણે ઉમેર્યું કે, દિલ્હી ભાજપની તાકાત છેલ્લા દાયકાઓમાં તેના અસંખ્ય કાર્યકરોના સમર્પણ અને મહેનતનું પરિણામ છે.
આ પ્રસંગે, ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ તેમના જીવનની દરેક ક્ષણ દેશ અને પક્ષને સમર્પિત કરી છે.