પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે.
આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો, કેન્દ્રીય મંત્રીઓ અને હજારો પાર્ટી કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
