પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ચાલી રહ્યો છે. તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા હાકલ કરી.
શ્રી મોદીએ એ પણ ભાર મૂક્યો કે તહેવારોની મોસમ દરમિયાન સ્વચ્છતા ફક્ત ઘરો સુધી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ શેરીઓ, પડોશ, બજારો અને ગામડાઓ સુધી વિસ્તરવી જોઈએ.
તેમણે કહ્યું કે ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ દરેકને બીજી ઓક્ટોબરના રોજ ખાદી ઉત્પાદન ખરીદવા અને તેને સોશિયલ મીડિયા પર હેશટેગ – વોકલ ફોર લોકલ સાથે શેર કરવા વિનંતી કરી.
શ્રી મોદીએ આજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ અને ગાયિકા લતા મંગેશકરની જન્મજયંતિ હોવાને કારણે બંનેને શ્રધ્ધાંજલી અર્પી હતી.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે છઠ પૂજા હવે વૈશ્વિક ઉત્સવમાં ફેરવાઈ રહી છેતેમણે કહ્યું કે જ્યારે છઠ પૂજાને યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવશે, ત્યારે વિશ્વના દરેક ખૂણાના લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે. શ્રી મોદીએ નોંધ્યું કે સરકારના આવા જ પ્રયાસોને કારણે, કોલકાતાની દુર્ગા પૂજા પણ યુનેસ્કોની યાદીનો ભાગ બની છે.
તેમણે વિજયા દશમીના તહેવારનો ઉલ્લેખ કરીને તે દિવસના રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના સ્પાથના દિવસની પણ વાત કરીને કુદરતી આપત્તી વખતે આરએસએસના સ્વંયસેવકોના સેવા યજ્ઞને પણ યાદ કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં આગામી તહેવારોમાં લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું.
