પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે.
ઓડિશામાં સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, આ ટ્રૅનથી ઓડિશાના બ્રહ્મપુરથી સુરત સુધી આ ટ્રૅન શરૂ થતાં ઓડિશાના લોકોને લાભ થશે. કારણ કે, સમગ્ર દેશમાંથી અસંખ્ય લોકો સુરત સાથે જોડાયેલા છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 3:21 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.