સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ થશે.
આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.