પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. B.S.N.L.ની સ્વદેશી 4G સાઇટ્સ સહિત ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન સહિતના, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેનારી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. આ પ્રસંગે શ્રી મોદીએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, ઓડિશા ડબલ એન્જિનની ઝડપથી આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રી આશરે 11 હજાર કરોડના રોકાણ સાથે તિરુપતિ, પલક્કડ, ભિલાઈ, જમ્મુ, ધારવાડ, જોધપુર, પટના અને ઇન્દોરમાં આઠ ભારતીય ટેકનોલોજી સંસ્થાઓના વિસ્તરણ માટે શિલાન્યાસ કરતા કહ્યું કે, આજથી BSNL નો નવો અવતાર સામે આવ્યો છે.
પ્રધાનમંત્રી બહેરામપુરમાં એમ.કે.સી.જી. મેડિકલ કોલેજ અને સંબલપુરમાં વી.આઈ.એમ.એસ.એ.આર.ને વિશ્વ કક્ષાની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. વધુમાં, શ્રી મોદી અંત્યોદય આવાસ યોજના હેઠળ 50 હજાર લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતુ. આ યોજના અપંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા મહિલાઓ, ગંભીર બીમારીઓથી પીડાતા લોકો અને કુદરતી આફતોના ભોગ બનેલા લોકો સહિત સંવેદનશીલ ગ્રામીણ પરિવારોને કાયમી ઘરો અને નાણાકીય સહાય પૂરી પાડે છે.