પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આજથી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિવિધ પ્રદર્શની નિહાળી અને વેપારીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આ પરિષદમાં આવેલા તમામ પ્રતિષ્ઠીત મહેમાનોને અભિનંદન પાઠવ્યા. વિશ્વ ખાદ્ય ક્ષેત્ર ભારત સામે આશાથી જોઈ રહ્યું છે. ગત એક દાયકામાં ભારત 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું.
અગાઉ મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી પ્રોફેસર એસપી સિંધ બઘેલે આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025માં ફિશ ટેક પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું. મીડિયા સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સાઠ હજાર કરોડ રૂપિયાથી વધુની નિકાસ સાથે વિશ્વમાં માછલી ઉત્પાદનમાં બીજા ક્રમના સૌથી મોટા દેશોમાંનો એક છે. શ્રી બઘેલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન અને નવીનતા પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં એક્વા સર્વેલન્સ સિસ્ટમ, પાંજરા દ્વારા જળચરઉછેર, દરિયાઈ અને આંતરિક વિકાસ, જાળી બનાવવા, બોટ બનાવવા અને ટ્રાન્સપોન્ડરનો સમાવેશ થાય છે.
પેવેલિયનનું મુખ્ય આકર્ષણ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વિકસાવવામાં આવેલ પ્રોટોટાઇપ ડ્રોન છે. આ ડ્રોન 70 કિલો સુધી માછલી અને જળચરઉદ્યોગ ઉત્પાદનોના પરિવહન માટે રચાયેલ છે, જે સંગ્રહ બિંદુઓથી બજારો સુધી ઝડપી અને કાર્યક્ષમ પરિવહનને સક્ષમ બનાવે છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું.