સપ્ટેમ્બર 25, 2025 2:46 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં વિક્ષેપો અને અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની વૃદ્ધિ પ્રભાવશાળી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતા છતાં, ભારતની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. આજે સવારે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, વિક્ષેપો દેશને વિચલિત કરતા નથી, પરંતુ તે પરિસ્થિતિઓમાં નવી દિશા અને નવી તકો શોધે છે. તેમણે કહ્યું કે, ભારતે આત્મનિર્ભર બનવું જોઈએ. ભારતમાં બનાવી શકાય તેવી દરેક પ્રોડક્ટ ભારતમાં જ બનાવવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચીપ અને જહાજ બંને દેશમાં જ બનાવવાનો ભારતનો ઉદ્દેશ છે.
શ્રી મોદીએ કહ્યું કે, ભારતે UPI, આધાર, ડિજીલોકર, ONDC જેવા મંચ બનાવ્યા છે જે દરેકને તકો આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે, રશિયા આ વર્ષના ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શનનું ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે, ભારત આ વેપાર શો દ્વારા સમયની કસોટી પામેલી ભાગીદારીને મજબૂત બનાવી રહ્યું છે.
પ્રધાનમંત્રી આજે રાજસ્થાનની મુલાકાત લેશે અને એક લાખ 22 હજાર 100 કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.