પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ ગ્રેટર નોઈડામાં ઉત્તરપ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.આ પ્રસંગે રાજ્યના વિવિધ હસ્તકલા, આધુનિક ઉદ્યોગો, ગતિશીલ MSME અને ઉભરતા ઉદ્યોગસાહસિકોનું પ્રદર્શન કરવામાં આવશે. મુખ્ય ક્ષેત્રોમાં હસ્તકલા, કાપડ, ચામડું, કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, IT, ઇલેક્ટ્રોનિક્સ અને આયુષનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને ભોજનનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ વેપાર પ્રદર્શન 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.ત્યારબાદ પ્રધાનમંત્રી રાજસ્થાનની મુલાકાત લેશે અને એક લાખ 22 હજાર 100 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બાંસવાડામાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી PM કુસુમ લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રી અનુશક્તિ વિદ્યુત નિગમ લિમિટેડના માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેનો ખર્ચ આશરે 42 હજાર કરોડ થશે.પ્રધાનમંત્રી રાજસ્થાનમાં આશરે 19 હજાર 210 કરોડના હરિત ઉર્જા યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ફલોદી, જેસલમેર, જાલોર અને સીકર સહિત અન્ય સ્થળોએ સૌર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:50 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે