પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલપ્રદેશનાં ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જેમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, એક હજાર 291 કરોડ રૂપિયાના 10 અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઇટાનગરમં તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે આજે ઇટાનગરમાં અવસરનો ત્રિવેણી સંગમ છે જે અરૂણાચલ પ્રદેશને વિકાસને નવી ગતિ આપશે
સભાને સંબોધતા તેમણે વધુમં કહ્યું હતું કે ઇટાનગરમાં તૈયાર થયેલુ કન્વેશન્સન સેન્ટર પ્રવાસનનું કેન્દ્ર બનશે.
પ્રધાનમંત્રીએ ઇટાનગરમાં એક રોડ- શૉ યોજ્યો હતો. ઇટાનગરના માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન ક્રયું હતું.
બપોરે બાદ, પ્રધાનમંત્રી ત્રિપુરા જશે, જ્યાં તેઓ ઉદયપુર ખાતે પુનઃવિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે 51 શક્તિપીઠોમાંથી એક છે. તેઓ મંદિરમાં પ્રાર્થના પણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલપ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું