પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ આવતીકાલે પ્રસાદ યોજના હેઠળ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં નવા વિકસિત માળખાગત સુવિધાઓ અને વિવિધ સૌંદર્યકરણ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ઇપ્પર મંચકે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં અને તેની આસપાસ તેમજ જ્યાં ગોમતી જિલ્લામાં ઉદયપુર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. O. T. P. C પલટાણાથી મંદિર સુધી 12 કિલોમીટરનો રોડ શો પણ યોજવામાં આવશે, જેમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,અને ચુસ્ત સલામતી માટે ત્રિપુરા પોલીસ, CRPF અને BSF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી, પ્રધાનમંત્રી મોદી 51 શક્તિપીઠોમાંના એક એવા માતા ત્રિપુરા સુંદરીમાં જઈને પૂજા -અર્ચના કરશે. આ સાથે તેઓ આવતીકાલે બપોરે અરુણાચલ પ્રદેશથી અગરતલા પહોંચવાના છે, અને ત્યાંથી ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સીધા રાજ્યની રાજધાનીથી લગભગ 65 કિલોમીટર દક્ષિણમાં સ્થિત ઉદયપુર પહોંચશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ