પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતને આત્મનિર્ભર બનાવવો જ પડશે. શ્રી મોદીએ જણાવ્યુ, દેશને વિશ્વની મોટી દરિયાઇ શક્તિ બનાવવા વધુ ત્રણ યોજના પર સરકાર કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે સેવા પખવાડિયા અંતર્ગત રાજયમાં અનેક સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરાયું.
કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ કહ્યું આજથી દેશના અનેક બંદરોને વિવિધ દસ્તાવેજોમાંથી મુક્તિ મળશે. તેમણે ઉમેર્યું, લોથલમાં વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ બનશે.
આજે શરૂ થયેલા વિકાસકાર્યોમાં 7 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય દરિયાઈ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ બંદર અને શિપિંગ મંત્રાલયના 66 હજાર કરોડ રૂપિયાના 21 સમજૂતી કરાર-MOU વર્ચ્યુઅલી સમર્પિત પણ કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું