પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત આવશે. પ્રધાનમંત્રી ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે શરૂ થનારા પ્રકલ્પો દેશ અને રાજ્યમાં દરિયાઈ વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને વેગ આપવા પર કેન્દ્રિત છે.આજે શરૂ થનારા વિકાસ કામોમાં મુંબઈમાં નવું ક્રુઝ ટર્મિનલ, કોલકાતા અને પારાદીપના મુખ્ય બંદરો પર નવી કન્ટેનર સુવિધાઓ અને દીનદયાળ બંદર પર ગ્રીન બાયો-મિથેનોલ પ્લાન્ટ જેવા આ વિકાસ કામો સામેલ છે જેના થકી માલસામાનની અવરજવર અને વેપાર વધુ સરળ બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં 26 હજાર 300 કરોડથી વધુના નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે, જેમાં છારા બંદર પર LNG ટર્મિનલ જેવા નવા પાવર પ્લાન્ટ અને ભાવનગર અને જામનગરની હોસ્પિટલોમાં આરોગ્યસંભાળ સેવાઓના વિસ્તરણનો સમાવેશ થાય છે., પ્રધાનમંત્રી કચ્છમાં સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચલિત ધોરડો ગામનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી લોથલ ખાતે નિર્માણ પામી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની પણ મુલાકાત લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ધોલેરા ઔદ્યોગિક શહેરનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 10:41 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે