પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. તેઓ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે. આજે શરૂ થનાર પ્રોજેક્ટ્સમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા, આરોગ્યસંભાળ અને શહેરી પરિવહન સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, ઈન્દિરા ડોક ખાતે મુંબઈ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન આજે શરૂ થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાંનો એક છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે – ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે
