પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે છે. તેઓ ભાવનગર હવાઈમથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને લગતા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
‘સમુદ્રથી સમૃદ્ધિ’ અંતર્ગત પ્રધાનમંત્રી મોદી વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે 5 હજાર 894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક અને ઓક્સોહોલ પ્રોજેક્ટ અને 4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલ અને રાજ્યના ચોથા સોલાર વિલેજ કચ્છના ધોરડોનું પણ લોકાર્પણ કરશે. આ સાથે તેઓ 525 કરોડ રૂપિયા વધુના ખર્ચ નિર્માણ થનાર જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા ભવનનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. તેઓ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યાર બાદ શ્રી મોદી લોથલ પહોંચશે અને રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ- NMHC પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે-34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે