પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત “ચલો જીતે હૈ” નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નવસારી શહેરના સિનેમા ગૃહમાં પ્રદર્શિત કરાઇ રહી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને તેમની સંઘર્ષયાત્રા, દેશસેવા પ્રત્યેની અવિરત તલપ તથા સંકલ્પશક્તિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ આ ફિલ્મમાંથી જીવનમાં અડગ સંકલ્પ, મહેનત, શિસ્ત અને દેશપ્રેમ જેવા ગુણો અપનાવવા પ્રેરણા લેવીએ મુખ્ય હોવાનું નવસારીની આશાદિપ હાઇસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી આકાશભાઇએ જણાવ્યું હતું.આ ફિલ્મ નિહાળનારા તિર્થ ગજેરા અને નિશા પટેલે ફિલ્મને પ્રેરણાદાયી ગણાવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:13 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ પર નિર્માણ પામેલી દસ્તાવેજી ફિલ્મ “ચલો જીતે હૈ” ને પ્રેરણાદાયી લેખાવતાં વિદ્યાર્થીઓ
