પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ ભાવનગર અને અમદાવાદની મુલાકાત લેશે. તેમના આગમનને લઈ ભાવનગરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે આજે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મહિલા મહાવિદ્યાલયથી રૂપાણી વર્તુળ સુધી પ્રધાનમંત્રીના રોડ શૉ માર્ગનું નિરીક્ષણ કર્યું.
ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થનારા વિકાસકાર્યોની માહિતી રજૂ કરી. સાથે જ બંને મહાનુભાવોએ તૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા પણ કરી.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે – ભાવનગરમાં વિવિધ વિકાસકામોનાં શુભારંભ કરાવશે
