સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાતચીત કરીને તાજેતરની હિંસા અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે તાજેતરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે ભારતના અડગ ટેકાની પુષ્ટિ કરી છે. તેમણે નેપાળના લોકોને આવતીકાલે તેમના રાષ્ટ્રીય દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.