સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદીને દેશના આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, તહેવારોની મોસમ સ્વદેશીના મંત્રને ફરીથી મજબૂત કરવાનો પણ સમય પાકી ગયો છે. ગઈકાલે મધ્યપ્રદેશના ધાર ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા પછી, શ્રી મોદીએ નાગરિકોને ખાતરી કરવા વિનંતી કરી કે તેઓ જે કંઈ ખરીદે છે અથવા વેચે છે તે ભારતમાં બનેલું છે કે નહીં. મહાત્મા ગાંધી દ્વારા સ્વતંત્રતા માટે સ્વદેશીના ઉપયોગને યાદ કરતાં, તેમણે કહ્યું કે તે હવે વિકસિત ભારતનો પાયો બનવું જોઈએ.સ્વદેશી વસ્તુઓ ભલે નાની હોય, બાળકો માટે રમકડાં હોય, દિવાળીની મૂર્તિઓ હોય, ઘરની સજાવટ હોય કે પછી મોબાઇલ, ટીવી અને રેફ્રિજરેટર જેવી મોટી ખરીદી હોય આ વસ્તુઓ ખરીદીને ભારતના આર્થિક વિકાસમાં સહયોગ આપવા પણ તેમણે નાગરિકોને અપીલ કરી હતી.શ્રી મોદીએ ભાર મૂક્યો કે જ્યારે આવશ્યક ચીજવસ્તુઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થાય છે, ત્યારે તે સાથી નાગરિકો માટે રોજગારીનું સર્જન કરે છે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત સાથે, ઘટાડેલા GST દરો અમલમાં આવી રહ્યા છે, તેથી તેમણે દરેકને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને સુધારેલા દરોનો લાભ લેવા વિનંતી કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.