પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રધાનમંત્રીની જીવનગાથા દર્શાવતો મલ્ટીમીડિયા શૉ યોજાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોનશો યોજાયો. જેમા ડ્રોનની મદદથી પ્રધાનમંત્રીના ચેહરાની પ્રતિકૃતિઓ રજૂ કરાઇ હતી.રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને મુળુ બેરાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” કાર્યક્રમમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ એક હજાર 245 વરિષ્ઠ નાગરિક લાભાર્થીઓને સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું હતું. ભાવનગરમાં મહા રક્તદાન શિબિરમાં એક હજારથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. વડોદરા જિલ્લામાં 242 આરોગ્ય શિબિર યોજાઇ હતી. જેનો લાભ 20 હજારથી વધુ મહિલાઓએ લીધો.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
