પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અને આઠ-મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ધાર જિલ્લાના ભૈન્સોલા ગામમાં દેશના પહેલા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ માતૃ વંદના યોજના હેઠળ નાણાકીય સહાય તરીકે 15 લાખથી વધુ મહિલાઓને નાણાકીય સહાયની ચૂકવણી પણ કરી. શ્રી મોદીએ પીએમ મિત્ર પાર્ક માટે શુભેચ્છાઓ પાઠવતા તે ખેડૂતો અને યુવાનો માટે સુવર્ણ તક લઈને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
શ્રી મોદીએ કહ્યું, તમે જે પણ ખરીદો તે દેશમાં બનેલું હોવું જોઈએ. શ્રી મોદીએ વેપારીઓને તેઓ જે પણ વસ્તુ વેચે તે આપણા દેશની હોવી જોઈએ તેમ અપીલ કરી.
પ્રધાનમંત્રીએ ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તાર માટે આદિ સેવા પર્વનો પણ શુભારંભ કરાવ્યો. તેમણે મહિલાઓને “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ યોજાનારી આરોગ્ય શિબિરોમાં તેમની તપાસ કરાવવા આગ્રહ કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 8:00 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં દેશના સૌથી મોટા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું