પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે મહિલાઓને આ અભિયાન હેઠળ યોજાયેલી આરોગ્ય શિબિરોમાં તબીબી તપાસ કરાવવા વિનંતી કરી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું. તેઓએ મહાત્મા મંદિર ખાતે મેગા મેડિકલ કેમ્પની પણ મુલાકાત લીધી. આ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં એક લાખ 41 હજારથી વધુ વધુ આરોગ્ય શિબિરનું આયોજન કરાશે, જેમાં હૃદય રોગ, કેન્સર, કિડની, ટીબી, ડાયાલિસિસ, બ્લડ પ્રેશર, સ્ત્રી રોગ, આંખ, કાન, નાક અને ગળાના રોગોની તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક આપશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:37 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો