ભારતીય જનતા પાર્ટી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયા- આયોજન કર્યું છે. જે બીજી ઓક્ટોબર, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. ભાજપે જણાવ્યું કે, શ્રી મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે જાહેર સેવા અને સામાજિક સુધારાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી, ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કલ્યાણ અને જાગૃતિ પ્રવૃત્તિઓની શ્રેણી ચલાવશે.આ દરમિયાન, ભાજપે વિવિધ વિષય પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેથી સમાજના દરેક વર્ગના લોકો સક્રિય રીતે જોડાઈ શકે. તે સરકારી કલ્યાણકારી યોજનાઓને ગરીબો સુધી પહોંચાડવા, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા, પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા અને પર્યાવરણીય સંરક્ષણ ઝુંબેશ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા પખવાડિયા દરમિયાન સરકારના મુખ્ય કાર્યક્રમો, પર્યાવરણીય પહેલો અને છેવાડાના વર્ગો સુધી પહોંચવા પર પ્રકાશ પાડતી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે. રાજકારણનો હેતુ લોકોની, ખાસ કરીને ગરીબ અને દલિત લોકોની સેવા કરવાનો છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયાનું આયોજન
