ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે.
આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે એક લાખ 41 હજાર કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું