પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ઘુસણખોરોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. બિહારના પૂર્ણિયાના શીશા મોટી મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નવા GST સુધારાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે, સાબુ, પેસ્ટ, સ્ટેશનરી અને કપડાં સસ્તા થશે જેથી ગૃહિણીઓની ખરીદી વધશે.
પ્રધાનમંત્રીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
નવનિર્મિત હવાઈ મથકનું પણ લોકાર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હવે પૂર્ણિયા દેશના ઉડ્ડયન નકશામાં આવી ગયું છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
