પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે. સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 મેરેથૉન દોડનું આયોજન કરાયું છે. તે મુજબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જુનાગઢ અને જામનગર એમ 10 શહેરમાં આ દોડ યોજાશે. નશામુક્તિ અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવાનો હેતુસર યોજાનારી દરેક દોડમાં દસ હજાર લોકો લેશે ભાગ.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 4:03 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે.
