ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2025 11:52 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન- શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આજે બપોરે પૂર્ણિયાના ગુલાબ બાગમાં શીશા બારી ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી નવનિર્મિત પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને એરપોર્ટથી ઉડાન સેવા શરૂ કરશે.શ્રી મોદી બિહારમાં રાષ્ટ્રીય મખાનાબોર્ડનું પણ ઉદ્ઘાટન કરશે. જેનાથી બિહાર અને દેશભરના મખાના ખેડૂતોને ફાયદો થશે.પ્રધાનમંત્રી ભાગલપુરના પીરપૈંટી ખાતે 2,400 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે શ્રી મોદી રૂ. 2,680 કરોડથી વધુના ખર્ચે કોસી-મેચી આંતર-રાજ્ય નદી લિંક પ્રોજેક્ટનાપ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી રૂ. 2,170 કરોડથી વધુના ખર્ચે વિક્રમશિલા અને કટારિયા સ્ટેશન વચ્ચે રેલ્વેલાઇનનો શિલાન્યાસ કરશે.શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ હેઠળ 35,000 ગ્રામીણ લાભાર્થીઓના ગૃહ પ્રવેશસમારોહમાં પણ ભાગ લેશે. દરમિયાન પ્રધાનમંત્રી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર્સ સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે.આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ સમ્મેલનમાં વિશ્વની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્યના આધુનિકીકરણ, સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓ વચ્ચે સંકલન અને અન્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.