પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બે દિવસીય મુલાકાત દરમિયાન 18 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ સવારે દરંગ જિલ્લાના મંગલદોઈ ખાતે દરંગ મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એક GNM સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની સરકાર ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રીય કરી રહી છે.. કારણ કે કોઇ પણ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઝડપી કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે બ્રહ્મપુત્ર નદી પર ગુવાહાટીમાં નરેંગી અને દારંગમાં કુરુવાને જોડતા નવા પુલના બાંધકામ અને ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું. બાદમાં તેમણે આસામના ગોલાઘાટ જિલ્લામાં ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો-રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રિફાઇનરીમાં પોલીપ્રોપીલિન યુનિટનો શિલાન્યાસ પણ કર્યો.
શ્રી મોદીએ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધન કરતાં કહ્યું કે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા અને વિદેશી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાના મિશન પર છે. તેમણે કહ્યું કે ભારત તેના ઊંડા પાણીના ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરશે અને ઉર્જા સ્વનિર્ભરતાને મજબૂત બનાવશે અને આ બાયો-ઇથેનોલ પ્લાન્ટ આ લક્ષ્ય તરફ એક પગલું છે.
પ્રધાનમંત્રી આસામમાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી આજે સાંજે જોરહાટ એરપોર્ટથી કોલકાતા જવા રવાના થશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 8:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 18 હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.