પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચુયલ ઉદ્ઘાટન અને ખાત મુહૂર્ત કર્યા. આ પરિયોજનાથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે.. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું.જે મિઝોરમને દેશના બાકીના ભાગ સાથે રેલ્વે દ્વારા જોડશે.એક અહેવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૯:૧૦ વાગ્યે લેંગપુઇ હવાઈ ઉતર્યા હતા. જોકે, પ્રતિકૂળ હવામાનને કારણે, તેઓ ત્હુઆમ્પુઇ હેલિપેડ પર ઉતરી શક્યા ન હતા. પરિણામે, બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન એરપોર્ટ પરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યુ. પ્રધાનમંત્રી ઐઝોલ અને દિલ્હી વચ્ચેની પ્રથમ રાજધાની એક્સપ્રેસ ટ્રેન, બે અન્ય ટ્રેનો – ઐઝોલ – ગુવાહાટી અને ઐઝોલ-કોલકાતાને લીલી ઝંડી બતાવી અને નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યુ
શ્રી મોદીએ એક જાહેર સભાને પણ સંબોધિત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરમાં ૮,૫૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બાદમાં, તેઓ ઇમ્ફાલમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
સાંજે, શ્રી મોદી આસામના ગુવાહાટીમાં ડૉ. ભૂપેન હજારિકાની ૧૦૦મી જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 1:23 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા