પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. બાદમાં શ્રી મોદી એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી અનેક રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં આઈઝોલ બાયપાસ રોડ, થેનઝોલ-સિયાલસુક રોડ અને ખાનકાવ-રોંગુરા રોડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી લોંગટલાઈ-સિયાહા રોડ પર છિમટુઈપુઈ નદી પુલનો શિલાન્યાસ પણ કરશે. આ પુલ કલાદાન મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ ફ્રેમવર્ક હેઠળ સરહદ પાર વેપારને પણ પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી રમતગમતના વિકાસ માટે ખેલો ઈન્ડિયા મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી આઈઝોલના મુઆલખાંગ ખાતે વાર્ષિક 30 હજાર મેટ્રિક ટન ક્ષમતાવાળા એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ કવર્થ ખાતે રહેણાંક શાળા અને તલંગનુમ ખાતે એકલવ્ય મોડેલ રહેણાંક શાળાનું ઉદ્ઘાટન પણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:06 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
