પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સૌપ્રથમ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરમાં આઠ હજાર 500 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે બપોરે ચુરાચંદપુરમાં સાત હાજર 300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં એક હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની સોમી જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે.આવતીકાલે પ્રધાનમંત્રી રાજ્યમાં 18 હજાર 530 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી ગોલાઘાટમાં આસામ બાયો-ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ, નુમાલીગઢ રિફાઇનરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગોલાઘાટમાં પોલીપ્રોપીલીન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે.સોમવારે પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના કોલકાતામાં 16મા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2025નું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી બિહારમાં પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી પૂર્ણિયામાં લગભગ છત્રીસ હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
