સપ્ટેમ્બર 12, 2025 7:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્ઞાન ભારતમ્ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની અવાજ બનવા તૈયાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્ઞાન ભારતમ્ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની અવાજ બનવા તૈયાર છે. નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ પર આંતર-રાષ્ટ્રીય સંમેલનમાં આજે ઉપસ્થિત લોકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારત પાસે અંદાજે એક કરોડ પાંડુલિપિઓનું વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. તેમણે વધુમાં કહ્યું, ઇતિહાસમાં કરોડો પાંડુલિપિઓ નષ્ટ થઈ ગઈ છે, પરંતુ જે બચી છે તે એ દર્શાવે છે કે, આપણા પૂર્વજ જ્ઞાન, વિજ્ઞાન અને શિક્ષણ પ્રત્યે કેટલા સમર્પિત હતા. ભારત પોતાના વિચાર, આદર્શ અને મૂલ્યોથી આકાર લેનારી એક જીવંત ધારા હોવાનું પણ શ્રી મોદીએ ઉમેર્યું.
પાંડુલિપિ વિરાસતના માધ્યમથી ભારતના જ્ઞાન વારસાને પુનઃપ્રાપ્ત કરવા વિષય અંગે ત્રણ દિવસના સંમેલનનો ગઈકાલથી પ્રારંભ થયો. આ સંમેલન ભારતની અદ્વિતીય પાંડુલિપિ સંપત્તિને પુનર્જિવિત કરવા અને તેને વૈશ્વિક જ્ઞાન સંવાદના કેન્દ્રમાં રાખવાના ઉકેલ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય વિદ્વાનો, સંરક્ષણવાદીઓ, ટેક્નોલૉજીવિદ્ અને નીતિ નિષ્ણાતોને એકસાથે લાવે છે.