પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે. તેઓ હસ્તપ્રતોને ડિજિટાઇઝેશન, સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન પણ કરશે.
આ ત્રિદિવસીય પરિષદ ગઈકાલે શરૂ થઈ હતી. આ પરિષદમાં ભારતની અનન્ય હસ્તપ્રત સંપત્તિને પુનર્જીવિત કરવા અને તેને વૈશ્વિક જ્ઞાન સંવાદના કેન્દ્રમાં મૂકવાના પગલાં પર ચર્ચા કરવા માટે અગ્રણી વિદ્વાનો, સંરક્ષણવાદીઓ, તકનીકી અને નીતિ નિષ્ણાતોને એકઠા થયા છે તેમાં દુર્લભ હસ્તપ્રતોનું પ્રદર્શન અને હસ્તપ્રત સંરક્ષણ, ડિજિટાઇઝેશન તકનીકો, મેટાડેટા ધોરણો, કાનૂની માળખા, સાંસ્કૃતિક રાજદ્વારી અને પ્રાચીન લિપિઓના અર્થઘટન જેવા મુખ્ય ક્ષેત્રો પર વિદ્વાનો દ્વારા પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:43 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ સંમેલનમાં ભાગ લેશે
