ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2025 2:49 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મૉરિશિયસના પ્રધાનમંત્રી વચ્ચે આજે વારાણસીમાં દ્વિપક્ષીય સંવાદ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. શ્રી મોદીએ આજે વારાણસીમાં મૉરિશિયસના પ્રધાનમંત્રી નવિનચન્દ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંવાદમાં વિકાસ ભાગીદારી અને ક્ષેત્રિય સહકાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ.
બંને દેશોએ અવકાશ, અને વિજ્ઞાન સહિતના કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમજૂતી કરાર પણ હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ બંને નેતાઓના સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મોરેશિયસ ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
આ પહેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શ્રી રામગુલામ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ બહુપક્ષીય ભાગીદારી અંગે ચર્ચા કરી અને ઇતિહાસ, સંસ્કૃતિ તથા બંને દેશ વચ્ચેના સંબંધ પર આધારિત ભારત—મૉરિશિયસ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વારાણસી વિમાનમથક ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી મોદીનું સ્વાગત કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ રોડ શૉ યોજ્યો હતો. લોકોએ પુષ્પવર્ષા કરી શ્રી મોદીને આવકાર્યા.