સપ્ટેમ્બર 10, 2025 9:22 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે શ્રી સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. બેઠક દરમિયાન ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, ટીડીપી નેતા અને કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ, જેડી(યુ) નેતા સંજય ઝા, શિવસેના નેતા શ્રીકાંત શિંદે અને ટીએમસી(એમ) નેતા જી કે વાસન પણ હાજર હતા.