સપ્ટેમ્બર 9, 2025 8:11 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે એક હજાર 600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂરથી અસરગ્રસ્ત પંજાબ માટે એક હજાર 600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ રાજ્ય પાસે પહેલાથી જ હાજર 12 હજાર કરોડ રૂપિયાથી અલગ છે. રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના બીજો હપ્તો અગાઉથી જાહેર કરાશે.
શ્રી મોદીએ પૂર અને પ્રાકૃતિક આપત્તિમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, પૂરને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને પીએમ કૅર્સ ફૉર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય અપાશે.
આ પહેલા પ્રધાનમંત્રી પૂર અસરગ્રસ્ત પંજાબનું નિરીક્ષણ કરવા ગુરદાસપુર પહોંચ્યા હતા. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી. પંજાબના મુખ્યસચિવ કે.એ.પી. સિન્હાએ પ્રધાનમંત્રીને રાજ્યમાં પ્રાકૃતિક આપત્તિથી થયેલા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી. શ્રી મોદીએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેમણે પૂરથી પીડિત અને NDRF—SDRFના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી.