સપ્ટેમ્બર 9, 2025 2:24 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ માટે પઠાણકોટ પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત પંજાબની સ્થિતીની સમીક્ષા કરવા પંજાબનાં પઠાણકોટ પહોંચ્યા છે. તેઓ હિમાચલ પ્રદેશની પણ મુલાકાત લેશે.
શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં, રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે.
દરમિયાન પંજાબ રવાના થતાં અગાઉ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્તો સાથે ખભા મિલાવીને ઉભી હોવાનું જણાવ્યુ હતું.