પ્રધાનમંત્રી મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લેશે.શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આજે બપોરે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલા પહોંચશે. ધર્મશાલામાં, શ્રી મોદી રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.આપત્તિથી પ્રભાવિત સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે. હિમાચલ પ્રદેશ પછી, પ્રધાનમંત્રી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 9:22 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે
