ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2025 8:39 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ અને પ્રાદેશિક ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ અને પ્રાદેશિક ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છે. ગયાનાના રાષ્ટ્રપતિ અલીએ પ્રધાનમંત્રીના સંદેશના જવાબમાં શ્રી મોદી ભારત સરકાર અને ભારતના લોકો સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી જેથી બંને દેશોના મજબૂત અને સૌહાર્દપૂર્ણ સંબંધો વધુ મજબૂત બને.