પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનોનો જવાબ આપતા શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને ભારત-અમેરિકા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરે છે.
ગઈકાલે રાત્રે વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વિશેષ સંબંધ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે શ્રી મોદીને એક મહાન પ્રધાનમંત્રી તરીકે બિરદાવ્યા અને કહ્યું કે તેઓ મિત્રો બનશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 1:28 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી
