પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી રહ્યા છે. શ્રી વૉન્ગ પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. બેઠક દરમિયાન બંને પક્ષ દ્વારા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ પહેલા વિદેશમંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ડૉક્ટર જયશંકરે ભારત-સિંગાપોર સંબંધને મજબૂત કરવા માટે તેમના સતત પ્રયાસની પ્રશંસા કરી. તેમણે પ્રધાનમંત્રી મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી વચ્ચેની વાટાઘાટો બંને દેશ વચ્ચે સમકાલીન સંબંધ માટે એક વ્યૂહરચના તૈયાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી વૉન્ગનો આ પ્રવાસ બંને દેશના રાજદ્વારી સંબંધની 60-મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહ્યો છે અને આ પ્રવાસ બંને દેશના પ્રધાનમંત્રીના પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતર-રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરવાની તક પૂરી પાડે છે. વિદેશ મંત્રાલયે કહ્યુ, સિંગાપોર ભારત માટે એક મહત્વનું ભાગીદાર છે, જેમાં ઍક્ટ ઇસ્ટ નીતિ પણ સામેલ છે અને ગત ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી મોદીના સિંગાપોર પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 2:18 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પ્રધાનમંત્રી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક.