ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2025 8:34 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વાતચીતમાં બંને દેશ વચ્ચે મજબૂત અને બહુપક્ષીય સહકારની સમીક્ષા કરાશે. ભારત પ્રવાસ પર રહેલા સિંગાપોરના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે.આ મુલાકાત બંને પ્રધાનમંત્રીને બંને દેશ વચ્ચે મજબૂત અને બહુપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે, જે ભવિષ્યના સહકાર માટેનો માર્ગ નક્કી કરશે. બંને પ્રધાનમંત્રી પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતર-રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને અન્ય મહાનુભાવો પણ મુલાકાત દરમિયાન શ્રી વૉન્ગને મળશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું, પ્રધાનમંત્રી વૉન્ગની મુલાકાત બંને દેશના રાજદ્વારી સંબંધની 60-મી વર્ષગાંઠ સાથે સુસંગત છે અને આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા બંને દેશની સતત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. મંત્રાલયે સિંગાપોર ભારત માટે એક મહત્વનું ભાગીદાર હોવા પર ભાર આપ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.