સપ્ટેમ્બર 2, 2025 7:54 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સેમિકન્ડક્ટર અંગે ભારત સાથે ભવિષ્ય બનાવવા સમગ્ર વિશ્વ તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે, ભારતમાં વિશ્વાસ રાખે છે અને ભારત સાથે સેમિકન્ડક્ટર અંગે ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટો પરિવર્તન લાવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું, જ્યારે તેલને એક સમયે કાળું સોનું કહેવામાં આવતું હતું, ત્યારે ચિપ્સ એ નવા ડિજિટલ હીરા છે. તેમણે કહ્યું કે, તેલએ છેલ્લી સદીને આકાર આપ્યો હતો, પરંતુ 21મી સદીમાં, આ નાની ચિપ્સમાં શક્તિ રહેલી છે. તેમણે કહ્યું કે, ચિપ્સ વૈશ્વિક પ્રગતિને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે.

પ્રથમ ત્રિમાસિક ગાળાના GDP વિશે બોલતા, શ્રી મોદીએ કહ્યું, ભારતે ફરી એકવાર દરેક અપેક્ષા અને દરેક મૂલ્યાંકન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે વૈશ્વિક ચિંતાઓ અને આર્થિક સ્વાર્થ દ્વારા ઉભા થયેલા પડકારો છે, ત્યારે ભારતે 7.8 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે. ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની શરૂઆતથી, વિશ્વ, સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.