પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંકવાદ પર બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. તિયાનજિનમાં SCO સમિટમાં આજે પોતાનું નિવેદન આપતા, શ્રી મોદીએ આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો, અને કહ્યું કે તમામ સ્વરૂપોમાં આતંકવાદની ટીકા કરવી જોઈએ.
શ્રી મોદીએ કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની પડખે ઉભા રહેનારા દેશોનો આભાર માન્યો.
પ્રધાનમંત્રીએ SCO માટે ભારતનું વિઝન અને નીતિ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો – સુરક્ષા, જોડાણ અને તક પર આધારિત હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને ઝડપથી ઉકેલવા પર ભાર મૂક્યો હતો.