પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તિયાનજિનમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તેમના સંબોધનમાં સંગઠન હેઠળ પ્રાદેશિક સહયોગ વધારવા માટે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરશે. પૂર્ણ સત્ર પછી, પ્રધાનમંત્રી મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે.
ગઈકાલે, શ્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ વાતચીત મુખ્યત્વે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. શ્રી મિસ્ત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. .. વિદેશ સચિવે કહ્યું કે શ્રી મોદીએ સરહદ પાર આતંકવાદનો સામનો કરવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કરશે.
